માત્ર ભારતમાં રહેતા સેવાર્થીઓ / મહાત્માઓ માટે

પરમ પૂજ્ય દાદાશ્રીની ૧૧૧મી ભવ્યાતિભવ્ય જન્મજયંતી અડાલજમાં ‘પૂજ્યશ્રી દિપકભાઈ’ ના સાંનિધ્યમાં અને દુનિયાભરથી આવેલા મહાત્માઓની હાજરીમાં ઉજવવામાં આવશે.

આ ઇવેન્ટનો હેતુ એ છે કે દુનિયાભરથી બધા મહાત્માઓ ભેગા થઈને ૧૧૧મી જન્મજયંતીના મહોત્સવ સાથે દાદાશ્રી દ્વારા જગતને અપાયેલ આ અદ્ભુત અક્રમ વિજ્ઞાનને પણ માણે.

પૂજ્યશ્રીની ભાવના છે કે ૧૧૧મી જન્મજયંતીમાં સેન્ટર પર નિયમિત હોય તેવા સહુ મહાત્માઓ સેવામાં જોડાય. આ ભાવનાને સાકાર કરવા માટે સેવાર્થી મેનેજમેન્ટ ડીપાર્ટમેન્ટ આપ સહુને પરમ પૂજ્ય દાદા ભગવાનની ૧૧૧મી જન્મજયંતી માટે સેવામાં સહભાગી થવા માટે આમંત્રણ આપે છે.

૧૧૧મી જન્મજયંતી અડાલજમાં તા.૧૫ થી ૨૫ નવેમ્બર ૨૦૧૮ દરમ્યાન ઉજવવામાં આવશે. આ ઉજવણીનો પ્રસ્તાવિત કાર્યક્રમનીચે મુજબ છે જે સંજોગવશાત બદલાઈ પણ શકે છે.

૧૧૧મી જન્મજયંતીમાં સેવા આપવા માટે સેવાર્થી રજીસ્ટ્રેશન ફોર્મ ભરવાની અંતિમ તા. ૧૨ જૂન ૨૦૧૮ હતી. જો આપે ફોર્મ ન ભર્યું હોય અને સેવાનો ભાવ હોય, તો નીચે નંબર પર કોન્ટેક્ટ કરવું.
જય સચ્ચિદાનંદ !!

સેવાર્થી મેનેજમેન્ટ ડીપાર્ટમેન્ટ, અડાલજ
ભાઈઓ : smd.m@dadabhagwan.org Contact No - 8347009270,079-39830327,
બહેનો : smd.f@dadabhagwan.org Contact No - 8347009269,079-39830322
સમય: સવારે 10:00am to 1:00pm, સાંજે 3:30 pm to 7:00pm

તારીખ

ઇવેન્ટ

તારીખ

ઇવેન્ટ

૧૫ નવેમ્બર

ઓપનીંગ સેરેમની

૨૧ નવેમ્બર

પારાયણ દિવસ 

૧૬ નવેમ્બર

સોનેરી પ્રભાત , ઇન્ટરનેશનલ પરેડ, સંતો આશીર્વચન

૨૨ નવેમ્બર

જન્મજયંતી 

૧૭ નવેમ્બર

જ્ઞાનીપુરૂષ સત્સંગ

૨૩ નવેમ્બર

GNC ડે

૧૮ નવેમ્બર

PMHT ડે

૨૪ નવેમ્બર

જ્ઞાનવિધિ ડે

૧૯ નવેમ્બર

સ્વામી પ્રતિષ્ઠા દિવસ

૨૫ નવેમ્બર

સેવાર્થી સત્સંગ / કલોઝિંગ સેરેમની

૨૦ નવેમ્બર

કૃષ્ણ ભગવાન ભક્તિ દિવસ


૧૧૧મી જન્મજયંતીનો આ પ્રસંગ ‘મહાત્માઓ દ્વારા – મહાત્માઓ માટે’ છે, તો ચાલો આપણે બધા સાથે મળીને ‘૧૧૧ માટે એક થઇએ’